RSS

જીડીપીનો વૃદ્ધિદર ૬.પ ટકા, નવ વર્ષનાં તળિયે


જીડીપીનો વૃદ્ધિદર ૬.પ ટકા, નવ વર્ષનાં તળિયે

- એપ્રિલ-૧૨માં આઠ પાયાના ઉદ્યોગોની વૃદ્ધિ ૪.૨%થી ઘટી ૨.૨%
- સમગ્ર વર્ષ માટે પણ વૃદ્ધિદર ૬.૬%થી ઘટી ૪.૪%
- કૃષિ ઉત્પાદનનો વૃદ્ધિદર ૭.પ % સામે માત્ર ૧.૭ % નોંધાયો

ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રના કંગાળ દેખાવના પગલે સમગ્ર વર્ષ ૨૦૧૧-૧૨ માટેનો જીડીપી પણ આગલાં વર્ષના ૮.૪ ટકા સામે ઘટીને ૬.પ ટકા એટલે કે ૯ વર્ષને તળિયે પહોંચ્યો છે.

જાન્યુઆરી-માર્ચ-૨૦૧૨ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપી વૃદ્ધિદરનવ વર્ષના તળિયે એટલેકે પ.૩ ટકા નોંધાયો છે જે આગલાં વર્ષના તેટલા જ ગાળામાં ૯.૨ ટકા હતો. નબળા જીડીપી વૃદ્ધિદરના કારણે રિઝર્વ બેન્ક માટે હવે વ્યાજના દરો હળવા કરવાની કામગીરી વધુ કઠિન બનશે.

- ૨૨૬ પોઇન્ટના કડાકા બાદ સેન્સેક્સ ૯૩.૬૨ પોઇન્ટના ઘટાડા સાથે ૧૬૨૧૮.પ૩ બંધ
- ૨૬.પ૦ પોઇન્ટના ઘટાડા સાથે નિફ્ટી ૪૯૨૪.૨પ બંધ

ડોલર સામે રૂપિયો પ૬.પ૨થી પાછો ફર્યો

- અમેરિકન ડોલર સામે રૂપિયો R પ૬.પ૨ના નવા તળિયે પહોંચી ગયો હતો.
- ડોલર સામે રૂપિયો છેલ્લે ૧૬ પૈસાના સંગીન સુધારા સાથે R પ૬.૦૮/૦૯ની સપાટીએ બંધ રહ્યો હતો.

વિવિધ ક્ષેત્રોનો ત્રિમાસિક વૃદ્ધિદર

સેક્ટર———– માર્ચ-૧૧—- માર્ચ-૧૨
ઉત્પાદન——– ૭.૩——– ૦.૩
કૃષિ————- ૭.પ——- ૧.૭
ખાણ———— ૦.૬——– ૪.૩
બાંધકામ———૮.૯——- ૪.૮
ટ્રેડ, હોટલ્સ—— ૧૧.૬—— ૭.૦
ઇલે.,ગેસ, પાણી- પ.૧—— ૪.૯
સર્વિ‌સ—— —–૧૦.૦ —-૧૦.૦

 
Leave a comment

Posted by on June 1, 2012 in Uncategorized

 

ચાંદીના ભાવોમાં રૃ.૬૭૦નો કડાકો—સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ


ચાંદીના ભાવોમાં રૃ.૬૭૦નો કડાકો

સોનામાં તેજી અટકી રૃ.૧૭૦ તૂટયા ઃ દિલ્હી ચાંદી રૃ.૫૪ હજારની અંદર ઉતરી ગઈ

વિશ્વ બજારમાં સોનાએ નીચામાં ૧૫૫૦ ડોલરની સપાટી તોડી ઃ જો કે ડોલરના ભાવો ફરી ઉછળી રૃ.૫૬ની ઉપર જતા રહ્યા

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવોમાં તેજીને બ્રેક લાગી ઝડપી ઘટાડો નોંધાયો હતો. સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૧૬૫થી ૧૭૦ તૂટી ગયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૬૭૦ તૂટયા હતા. વિશ્વ બજારના સમાચારો વધ્યા ભાવથી ઝડપી ઘટાડો બતાવતા હતા. જો કે આજે રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી રૃ.૫૬ની ઉપર જતા રહેતાં ઘરઆંગણે સોના-ચાંદીનો ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં મર્યાદિત રહ્યો હતો.

મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૨૩૫ વાળા રૃ.૨૮૯૮૫ ખુલી રૃ.૨૯૦૬૫ જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૩૬૫ વાળા રૃ.૨૯૧૧૫ ખુલી રૃ.૨૯૨૦૦ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૪૮૪૦ વાળા આજે રૃ.૫૪૧૦૦ ખુલી રૃ.૫૪૧૭૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૫૭૫થી ૧૫૭૬ ડોલરવાળા આજે ઝડપી ઘટી ૧૫૪૪થી ૧૫૪૫ ડોલર થઈ સાંજે ૧૫૪૯થી ૧૫૪૯.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં યુરોના ભાવો ઘટતાં તથા ડોલરના ભાવો વધી જતાં સોનામાં ઉછાળે હેજ ફંડોની વેચવાલી વધી હતી.

સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૨૮.૩૫ વાળા આજે નીચામાં ૨૭.૫૧ ડોલર બોલાઈ સાંજે ૨૭.૭૦ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં પણ આજે સોના-ચાંદીમાં ઉછાળે માનસ વેંચવાનું રહ્યું હતું. નવી માંગ પણ પાંખી રહી હતી. મુંબઈમાં સાંજે ભાવો ચાંદીના રૃ.૫૪૨૦૦થી ૫૪૨૨૫ તથા કેશમાં રૃ.૫૪૦૦૦થી ૫૪૦૨૫ રહ્યા હતા. ડોલરના ભાવો રૃ.૫૫.૬૭ વાળા આજે ઝડપી વધી રૃ.૫૬ને પાર કરી ઉંચામાં રૃ.૫૬.૨૩ છેલ્લે રહ્યા હતા.

દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૧૮૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૨૯૩૩૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૪૭૦ રહ્યા હતા જયારે ચાંદીના ભાવો ત્યાં હાજરમાં રૃ.૮૫૦ ઘટી રૃ.૫૩૯૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૮૮૦ ઘટી રૃ.૫૩૮૪૦ રહ્યાના સમાચારો હતા.

 
Leave a comment

Posted by on મે 31, 2012 in Uncategorized

 

સોના-ચાંદીમાં વેગ પકડતી તેજી ઃ ડોલર ફરી ઉછળતાં ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ


વિશ્વ બજારમાં કિંમતી ધાતુ ઓના ભાવો ઘટયા પછી ફરી વધી આવ્યા ઃ ડોલર વધી રૃ.૫૬ની નજીક પહોંચ્યો

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધી હતી. સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૧૫૫ વધ્યા હતા જયારે ચાંદીના ભાવો ૧૦ ગ્રામના રૃ.૧૫૫ વધ્યા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૧૨૦ વધ્યા હતા. ડોલરના ભાવો આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. ડોલરના ભાવો રૃ.૫૫.૧૮ વાળા આજે રૃ.૫૫.૯૮ થયા પછી રૃ.૫૫.૬૭ છેલ્લે રહ્યા હતા.

સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૦૮૦ વાળા આજે રૃ.૨૯૧૮૫ ખુલી રૃ.૨૯૨૩૫ બંધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૨૧૦ વાળા રૃ.૨૯૩૧૫ ખુલી રૃ.૨૯૩૬૫ રહ્યા હતા. ચાંદીના ભાવો ૯૯૯ના રૃ.૫૪૭૨૦ વાળા રૃ.૫૪૮૫૫ ખુલી રૃ.૫૪૮૪૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૫૭૭.૭૦ ડોલર વાળા આજે નીચામાં ૧૫૭૦.૮૦ તથા ઉંચામાં ૧૫૭૮.૮૦ ડોલર રહી સાંજે ૧૫૭૫.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા.

જયારે વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૨૮.૫૫ વાળા આજે નીચામાં ૨૮.૧૫ ડોલર રહ્યા પછી ઉંચામાં ૨૮.૬૧ થઈ સાંજે ૨૮.૩૫ ડોલર રહ્યાના સમાચારો હતા.વિશ્વ બજારમાં ભાવો ઘટયા પછી ફરી વધી આવતાં તથા રૃપિયા સામે ઘરઆંગણે આજે ડોલરના ભાવો ફરી ઉછળતાં મુંબઈમાં સોના-ચાંદી હાજર બજારમાં વેચનારા ઓછા અને લેનારા વધુ રહ્યા હતા.

મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૫૪૮૦૦તી ૫૪૮૫૦ તથા કેશમાં રૃ.૫૪૫૫૦થી ૫૪૬૦૦ રહ્યા હતા.
દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૮૫ વધી ૯૯.૫૦ના રૃ.૨૯૫૧૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૬૫૦ રહ્યા હતા.

જયારે ત્યાં ચાંદીના ભાવો હાજરમાં રૃ.૫૪૭૫૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૫૪૭૨૦ રહ્યા હતા. ત્યાં સિક્કા ચાંદી (૧૦૦)ના ભાવો રૃ.૬૪થી ૬૫ હજાર બોલાતા હતા.

 
Leave a comment

Posted by on મે 30, 2012 in Uncategorized

 

સ્ટોક, ડેટ માર્કેટમાં વધુ વિદેશી રોકાણની છૂટ


દેશમાં વિદેશી રોકાણના પ્રવાહને વેગ આપવા માટે તેમજ રૂપિયાની નબળાઈને અંકુશમાં લેવા માટે સરકારે વધુ એક પગલું ભર્યું છે. માન્યતા પ્રાપ્ત ગલ્ફ રાષ્ટ્ર અને યુરોપીય સંઘના તમામ રાષ્ટ્રને દેશના શેરબજારમાં સીધા રોકાણ માટે પરવાનગી આપવામાં આવી છે. તેમજ વ્યક્તિગત વિદેશી રોકાણકાર દેશના ડેટ માર્કેટમાં એક અબજ યુએસ ડોલરના વધારાના રોકાણની છૂટછાટ આપવામાં આવી છે. કેન્દ્રિય નાણામંત્રાલયે જણાવ્યા મુજબ વિદેશમાંથી આવતાં વ્યક્તિગત રોકાણ અર્થાત ક્વોલિફાઈડ ઈન્સ્ટિટયુશનલ ઈન્વેસ્ટમેન્ટના ધોરણોમાં છૂટછાટનો ઉદ્દેશ સક્ષમ રોકાણકારો માટે ક્યુએફઆઈ સ્કિમને વધુ આર્કિષત બનાવવાનો છે. દેશમાં વિદેશી મૂડીભંડોળનું પ્રમાણ વધરાવા માટે આ પગલું ભર્યું હોવાનું નાણામંત્રાલયે જણાવ્યું હતું.

ગગડી રહેલા રૂપિયાને અંકુશમાં લેવા વધુ એક ઉપાય

આ ઉપરાંત કેન્દ્ર સરકાર ટેક્સેશન નીતિ અંગેની પણ સ્પષ્ટતા કરશે. ક્યુએફઆઈના રોકાણ ઉપર ટેક્સ વસુલાતની ચિંતા અંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ ટુંક સમયમાં સ્પષ્ટતા કરશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય બજેટ બાદ જનરલ એન્ટિ એવોઈડન્સ રૂલ્સ (જીએએઆર) અંગે વૈશ્વિક રોકાણકારોમાં ભારતની વેરા નીતિ અંગે દહેશત વ્યાપી ગઈ હતી. જો કે, જીએએઆરનો અમલ હાલ એક વર્ષ માટે સ્થગિત રહ્યો છે.

અગાઉ કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં ૩૪ ફાઈનાસ્યિલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએએફટી) સભ્ય દેશોના ક્યુએફઆઈને દેશના શેરબજારમાં રોકાણની મંજૂરી આપી હતી. રોકાણકારોનો ભારે ઉત્સાહ જોતાં સરકારે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી)ના છ સભ્યો તેમજ ૨૭ રાષ્ટ્રના યુરોપીયન સંઘના ક્યુએફઆઈ માટે પણ દેશના શેરબજારમાં સીધા રોકાણનો વ્યાપ વિસ્તાર્યો છે.

ઉપરોક્ત નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સરકાર અને રીઝર્વ બેન્ક બન્ને રૂપિયાના મૂલ્યમાં થઈ રહેલા ધોવાણને નિયંત્રીત કરવા પ્રયત્નશીલ છે. ૨૬મેના રોજ ડોલર સામે રૂપિયો ૫૬.૩૮ની ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ડોલર સામે રૂપિયાના ધોવાણનું મુખ્ય કારણ વિદેશી પ્રવાહમાં પીછેહઠ છે. એપ્રિલથી અત્યાર સુધીમાં એફઆઈઆઈએ રૂ. ૧,૫૦૦ કરોડનું રોકાણ પરત ખેંચ્યું છે. પરિણામે શેરબજારમાં ભારે ઊથલપાથલ જોવા મળી હતી.

નાણામંત્રાલયે નિયમો વધુ હળવા કરતાં કોર્પોરેટ બોન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ ડેટ સ્કિમમાં ક્યુએફઆઈ રોકાણ માટે એક અબજ ડોલરની છૂટછાટ આપી હતી. જેને પગલે અગાઉના ૨૦ અબજ ડોલરની મર્યાદા વધીને ૨૧ અબજ ડોલર થઈ છે. ઉપરાંત ક્યુએફઆઈ માટે દેશની બેન્કમાં તેમનું ભંડોળ રાખવા માટેની સમયમર્યાદાને હટાવી લેવાનો નિર્ણય લીધો છે. અગાઉ ક્યુએફઆઈએ તેમના ડીપીને ફંડ આપ્યાના પાંચ દિવસમાં રોકાણનો નિર્ણય લેવો પડતો હતો. પરિણામે ઉંચા રોકાણ ખર્ચને લીધે યોગ્ય રોકાણકારોને જે મુશ્કેલી પડતી હતી તેમાં રાહત મળી છે. બીજીતરફ તમામ ક્યુએફઆઈને અલગ બેન્ક ખાતું ઉપલબ્ધ થશે અને ભંડોળ દેશમાં રાખી શકાશે. ઉપરોક્ત નિર્ણયના અમલ અંગે રીઝર્વ બેન્ક અને સેબી જરૂરી નિર્દેશો આગામી સપ્તાહમાં જાહેર કરશે.

કેન્દ્રિય નાણા મંત્રલાયે આગામી ૧૦-૧૫ જૂન દરમિયાન કુવૈત સહિત અખાતી રાષ્ટ્રોમાં રોડ શોનું આયોજન કર્યું હોવાનું નાણામંત્રાલયના સંયુક્ત સચિવ થોમસ મેથ્યુએ જણાવ્યું હતું.

ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સના સભ્ય દેશો તેમજ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ સહિત યુરોપીયન કમિશનના દેશોને ક્યુએફઆઈનો દરજ્જો મળશે અને દેશના શેરબજાર તેમજ ડેટ માર્કેટમાં સીધું રોકાણ કરી શકશે.

– થોમસ મેથ્યુ, સંયુક્ત સચિવ, કેન્દ્રિય નાણામંત્રાલય

 
Leave a comment

Posted by on મે 30, 2012 in Uncategorized

 

In May Commodity Exchange tun over LOW SIDE


Image

 
Leave a comment

Posted by on મે 29, 2012 in Uncategorized

 

રૂપિયો સપ્તાહની ઊંચી સપાટીએ બંધ


દેશના બલુનની જેમ વધી રહેલા આયાતના બિલમાં રાહત મળે તેવો માહોલ આજે ફોરેક્સ માર્કેટમાં રહ્યો હતો. સળંગ ત્રીજા કારોબારી સત્રમાં ડોલર સામે રૂપિયો ૫૫.૧૮એ સપ્તાહની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. ગ્રીસના સંકટની ચિંતા હળવી થશે એવા અણસાર મળતા વૈશ્વિક રોકાણકારો સક્રીય થયા હતાં. છેલ્લા ત્રણ સેશનમાં ડોલર સામે રૂપિયામાં ૮૨ પૈસાનો સુધારો થયો છે. ગયા ગુરૂવારથી રૂપિયાનું સેન્ટિમેન્ટ ધીમે ધીમે સુધરી રહ્યું છે.

રૂકસેન્સેક્સ-નિફ્ટી સવા ટકો વધ્યાં, એકંદર સેન્ટિમેન્ટમાં સુધારો

આજે ઇન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો ૫૫.૨૫ના લેવલે ખુલ્યો હતો. નિકાસકારોએ ડોલર વેચવાનું ચાલુ રાખતા રૂપિયો ૨૦ પૈસા સુધરીને ૫૫.૧૮ના લેવલે બંધ રહ્યો હતો. મજબુત રૂપિયાએ શેરબજારના સેન્ટિમેન્ટને ઊંચકવામાં પણ મહત્ત્વની ભુમિકા ભજવી હતી. બીએસઇ સેન્સેક્સ ૧૯૯.૦૨ પોઇન્ટ અને ૧.૨૩ ટકા વધીને ૧૬૪૧૬.૮૪ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી ૬૫.૨૫ પોઇન્ટ સુધરીને ૪૯૮૫.૬૫ની સપાટીએ બંધ રહ્યો હતો.

ફોરેક્સ ડીલરોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ડોલરની મુવમેન્ટ ધીમી પડી હતી. ભારત ક્રુડ ઓઇલની ૮૦ ટકા આયાત કરતું હોઇ રૂપિયાની મજબુતિથી રાહત રહેશે. ઓઇલ માર્કેટ કંપનીઓએ અત્યારે ૭.૫૪ પૈસા પ્રતિ લીટરે ભાવ વધાર્યો છે. ઘરઆંગણે આર્િથક ફંડામેન્ટલ નબળું પડતાં તેમજ વૈશ્વિક સ્તરે જોખમ વધતાં માર્ચથી અત્યાર સુધીમાં રૂપિયાના મૂલ્યમાં ૧૨ ટકાનો ઘસારો થયો છે. ટ્રેડરોનું કહેવું છે કે, આજે ડોલરમાં ખાસ માગ જ ન હતી.

દરમિયાન કરન્સી બાસ્કેટમાં ડોલર ઇન્ડેક્સ૦.૪૭ ટકા ઘટયો હતો. ન્યુયોર્ક ક્રુડ ઓઇલ પ્રતિ બેરલ ૯૨ ડોલરથી પણ નીચેના લેવલે ચાલી રહ્યું હતું. અલ્પારી ફાઇનાન્સિયલના સીઇઓ પ્રમીત બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, ગ્લોબલ કરન્સી નીચલા સ્તરેથી રિકવર થઇ રહી છે. જીઓજીત કોમટ્રેડના હેમલ દોશીએ જણાવ્યું કે આગામી થોડા ટ્રેડિંગ સેશનમાં ડોલર સામે રૂપિયો ૫૪.૫૦ના લેવલ સુધી સુધરી શકે છે. જોકે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આર્િથક ફંડામેન્ટલ નબળાં રહેશે આથી મધ્યમ ગાળે રૂપિયાને મજબુત કરવા આર્િથક સુધારામાં ઝડપ લાવવાની જરૂર છે.

નિષ્ણાતોના મતે ૨૦૧૩ના નાણાકીય વર્ષમાં રૂપિયો ૫૩-૫૭ની રેન્જમાં રહેશે.

ઓક્ટોબરમાં પાકતા ફોરવર્ડ ડોલર કોન્ટ્રાક્ટમાં પ્રિમિયમ ગયા સપ્તાહના ૧૪૯-૧૫૧થી ઘટીને ૧૪૭-૧૪૯પૈસા થયું છે. એપ્રિલમાં પાકતા ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાં પ્રિમિયમ ૨૭૩-૨૭૫ પૈસા બોલાય છે. આરબીઆઇએ ડોલર માટે રેફરન્સ રેટ ૫૫.૨૬૨૫ અને યુરો માટે ૬૯.૬૩૪૦ નક્કી કર્યો છે. રૂપિયો પાઉન્ડ સામે ૮૬.૬૩ અને યુરો સામે ૬૯.૪૨ રહ્યો છે. જાપાનીઝ યેન સામે રૂપિયો ૬૯.૫૫ના લેવલે બંધ રહ્યો હતો.

સેન્સેક્સ :- ૧૬,૪૧૬.૮૪ (+૧૯૯.૦૨)
નિફ્ટી આંકઃ ૪,૯૮૫.૬૫ (+૬૫.૨૫)
સોનું : ૨૯,૪૭૫ (-૨૫)
ચાંદીઃ ૫૪,૨૦૦ (+૩૦૦)
અમે. ડોલરઃ ૫૫.૧૮ (+૦.૨૦)
યુરોઃ ૬૯.૪૨ (+૦.૨૧)
પાઉન્ડઃ ૮૬.૬૩ (+૦.૨૩)

 
Leave a comment

Posted by on મે 29, 2012 in Uncategorized

 

સોના-ચાંદીના વાયદાના ટર્ન ઓવરમાં ૩૪ ટકાનો ઘટાડો


 —કૃષિ વાયદામાં તેજી —૨૦૧૧-૧૨માં એક્સચેન્જોનું ટર્ન ઓવર ૧૮૧.૨૬ લાખ કરોડ

વૈશ્વિક પ્રતિકૂળતાના પગલે ઘર આંગણે સોના-ચાંદીના વાયદાના કામકાજમાં ઘટાડો થતા દેશના કોમોડિટી એક્સચેન્જોના ટર્ન ઓવરમાં ૭ ટકાનો ઘટાડો નોંધાયો છે તેમ ફોરવર્ડ માર્કેટ કમિશને જણાવ્યું હતું.

ચાલુ નાણાંકીય વર્ષે મે માસ સુધીમાં કોમોડિટી એક્સેચન્જોના ટર્ન ઓવરમાં ૭ ટકાનો ઘટાડો યુરોઝોન, રૃપિયાની નરમાઇ તેમજ અન્ય પ્રતિકૂળ પરિબળોન પગલે છેલ્લા કેટલાય સમયથી સોનામાં ભારે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. જેની સીધી અસર ઘર આંગણે પણ સોના-ચાંદી પર જોવા મળી છે.

આમ, સોના-ચાંદીની અનિશ્ચિત બનેલ ચાલના પગલે દેશના કોમોડિટી એક્સચેન્જોમાં આ બંને કિંમતી ધાતુના વાયાદમાં પીછેહઠ થતા, તેની સીધી અસર કોમોડિટી એક્સચેન્જોના ટર્ન ઓવર પર જોવા મળી છે. પ્રાપ્ત માહિતી મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં તા. ૧૫ મે સુધીમાં દેશના કોમોડિટી એક્સચેન્જોનું ટર્ન ઓવર ૭.૩૨ ટકા ઘટીને ૃ. ૧૮.૪૯ લાખ કરોડ થયું હતું. જે ગત વર્ષે સમાન સમય દરમિયાન રૃ. ૧૯.૯૫ લાખ કરોડ હતું.

એફએમસીના જણાવ્યા મુજબ ૨૦૧૩-૧૩ના નાણાંકીય વર્ષમાં બુલીયન ફયુચરનું ટર્ન ઓવર ૩૪ ટકા ઘટીને રૃ. ૮,૪૮, ૪૮૯ કરોડ રહ્યું હતું. જે ગત વર્ષે સમાન સમય દરમિયાન રૃ. ૧૨,૮૬,૫૩૮ કરોડ હતું. જો કે સૂચિત સમય દરમિયાન કૃષિ વાયદાનું ટર્ન ઓવર ૫૦.૨૩ ટકા વધીને રૃ. ૨,૬૦,૮૮૭ કરોડ થયું હતું. જે ગત વર્ષે સમાન સમય દરમિયાન રૃ. ૧,૭૩,૬૬૧ કરોડ હતું.

કૃષિ વાયદાની જેમજ ધાતુઓના વાયદાનું ટર્ન ઓવર પણ ૪૧ ટકા વધીને રૃ. ૪૦૭,૭૦૭ કરોડ થયું હતું. જે ગત વર્ષે સમાન સમયમાં રૃ. ૨૮૯૦૭૨ કરોડ હતું. એનર્જીના વાયદાનું ટર્ન ઓવર પણ ૬૫ ટકા વધીને રૃ. ૩,૩૧,૯૯૮ કરોડ (૨,૪૫,૮૪૧ કરોડ) થયું હતું.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે દેશમાં પાંચ રાષ્ટ્રીય કક્ષાના કોમોડિટી એક્સચેન્જો અને ૧૫ પ્રાદેશિક સ્તરના એક્સચેન્જો કાર્યરત છે. ૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષમાં દેશના કોમોડિટી એક્સચેન્જોનું ટર્ન ઓવર રૃ. ૧૮૧.૨૬ લાખ કરોડ રહ્યું હતું.

 
Leave a comment

Posted by on મે 27, 2012 in Uncategorized

 

Petrol vis GOLD News


ImageImage

 
Leave a comment

Posted by on મે 25, 2012 in Uncategorized

 

સોનું ૨૯૪પ૦ના સ્તરે, ચાંદીમાં સુધારાની ચાલ


ભારતીય બુલિયન બજારમાં આજે સટાકીય લેવાલી અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ નીકળતા ચાંદીના ભાવ વધ્યા હતા જયારે સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. કેટલીક સેન્ટ્રલ બેંકોએ સોનામાં રોકાણ વધારતા તેમજ યુરો સામે ડોલર નબળો પડવાથી આંતરરાષ્ટ્રિય બજારમાં સોના ચાંદીમાં સુધારો જોવાયો હતો.

આજે રાજકોટ ખાતે સોનું રૂ.૨૯૪પ૦, સોનું બિસ્કિટ રૂ.૨,૯૪,પ૦૦ અને ચાંદી રૂ.૩૦૦ વધી રૂ.પ૩૬૦૦ના ભાવે હતી. અમદાવાદ ખાતે સોનું રૂ.૪૦ વધી રૂ.૨૯૪૪૦ અને ચાંદી રૂ.પ૦ વધી રૂ.પ૩૬પ૦ તેમજ મુંબઇ ખાતે સોનું રૂ.પાંચ ઘટી રૂ.૨૯૧૯પ અને ચાંદી રૂ.૨૮૦ વધી રૂ.પ૪૪૨૦ના બંધ ભાવે જોવા મળી હતી.

ન્યૂયોર્ક ખાતે ચાર દિવસના ઘટાડા બાદ કિંમતી ધાતુઓના ભાવ વધ્યા હતા. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના ડેટા મુજબ તુકીર્, યુક્રેન અને મેક્સિકો સહિ‌તની કેટલીક બેન્કોએ સોનામાં હોલ્ડીંગ વધાર્યુ છે. 

આ લખાય છે ત્યારે વિશ્વબજારમાં હાજરમાં સોનું ૧૦.૬૪ ડોલર વધી ૧પ૭૩.૨૦ ડોલર, ચાંદી પપ સેન્ટ વધી ૨૮.૩૭ ડોલર અને પ્લેટીનમ ૭.૨૦ ડોલર વધી ૧૪૩પ.૭૦ ડોલર પ્રતિ ઔંશના સ્તરે હતી. નાયમેક્સ ખાતે કોમેક્સ સોનું ૨૪ ડોલર વધી ૧પ૭૨.૪૦૦ ડોલર અને ચાંદી ૯૦ સેન્ટ વધી ૨૮.૪૨પ ડોલર પ્રતિ ઔંશ થઇ હતી. બ્રેન્ટ ક્રૂડ વાયદો ૧.૦૭૦ ડોલર વધી ૧૦૬.૬૩૦ ડોલર પ્રતિ બેરલના ભાવે પહોંચ્યો હતો.

 
Leave a comment

Posted by on મે 25, 2012 in Uncategorized

 

રૃપિયો નવા તળિયાને સ્પર્શી ફરી ઊંચકાયો——રિઝર્વ બેન્કે ડોલર વેંચવા કાઢયાઃ નિકાસકારો પણ નફો બુક કરવા નિકળ્યાઃ યુરો, પાઉન્ડ તથા યેનના ભાવો પણ રૃપિયા સામે તૂટયા


મુંબઈ ફોરેક્સ બજારમાં આજે રૃપિયા સામે ડોલરના ભાવોમાં વિક્રમ તેજીની દોટ શરૃઆતમાં આગળ વધતાં ડોલરમાં નવી ઉંચી ટોચ તથા રૃપિયામાં નવું નીચું તળીયું દેખાયા પછી ડોલરના ભાવો બપોર પછી ઝડપી તૂટી જતાં રૃપિયો ફરી ઉંચકાયો હતો. આજે ડોલરના ભાવો રૃ.૫૬ વાળા ઉંચામાં રૃ.૫૬.૩૭થી ૫૬.૩૮નો નવો ઉંચો વિક્રમ બનાવી ત્યાર પછી તૂટયા હતા અને નીચામાં ભાવો રૃ.૫૬ની અંદર જતા રહી રૃ.૫૫.૬૨ બોલાઈ છેલ્લે રૃ.૫૫.૬૫થી ૫૫.૬૬ આસપાસ બોલાઈ રહ્યા હતા. રિઝર્વ બેન્કે આજે ફોરેક્સ બજારમાં ડોલરની તેજીને રોકવા દરમિયાનગીરી કરતાં વધ્યા ભાવથી ડોલર ઝડપી નીચો આવ્યો હતો. બેન્કોએ આજે ઉછાળે ડોલરનું વેચાણ કર્યું હતું. ડોલરના ભાવો છેલ્લા ત્રણ દિવસમાં ૧૫૮ પૈસા વધ્યા પછી આજે ૩૫ પૈસા તૂટયા હતા.

શેરબજારમાં આજે ફોરેન ઈન્વેસ્ટરોએ ફરી એન્ટ્રી કરતાં અને શેર ઈન્ડેક્સ ઉંચકાતા તેના કારણે પણ દેશમાં ડોલરનો પ્રવાહ ફરી વધવાની આશાએ આજે રૃપિયો તળીયાથી પાછો ઉંચકાયો હતો. રિઝર્વ બેન્કના ગવર્નર સુબ્બારાવના જણાવ્યા મુજબ ડોલરના ઉંચે જતા ભાવોને રોકવા તથા રૃપિયાના ભાવોમાં સ્થિરતા આણવા જરૃરી બધા પગલાઓ લેવામાં આવશે. આરબીઆના આ નિવેદનના પગલે ડોલર વધ્યા ભાવથી ઉંધા માથે પટકાયો હતો. વિશ્વબજારમાં યુરોપમાં ગ્રીસને આર્થિક સંકટમાંથી ઉગારવા યુરોપીયન યુનિયનના દેશોએ શક્યતો બધા પગલા ભરવાનો નિર્ણય કરતાં વિશ્વબજારમાં આજે ડોલર સામે યુરોના ભાવો ઘટતા અટકી વધી આવ્યા હતા. આની પણ આજે ભારતના રૃપિયા પર સાનુકૂળ અસર વર્તાઈ રહી હતી. શુક્રવારે (આજે) ડોલરના ભાવો રૃ.૫૫થી ૫૫.૩૦ની રેન્જમાં રહેવાની શક્યતા જાણકારો બતાવતા હતા.

આવતા સપ્તાહમાં ભાવો ઘટી રૃ.૫૪ આસપાસ થવાની શક્યતા પણ તજજ્ઞાોએ બતાવી હતી. ૨-૩ દિવસમાં ભાવો રૃ.૫૪.૭૦થી ૫૪.૮૦ થવાની શક્યતા બતાવાઈ રહી હતી. આજે નિકાસકારોએ પણ ઉંચા ભાવોએ ડોલર વેંચી નફો બુક કર્યો હતો. ઓઈલ રિફાઈનરીઓએ ખુલ્લા બજારમાંથી ડોલર ખરીદવાના બદલે રિઝર્વ બેન્ક પાસેથી ડોલર ખરીદવા એવું રિઝર્વ બેન્કે ઓઈલ રિફાઈનરીઓએ જણાવ્યું હતું.
ફોરવર્ડ બજારમાં આજે ડોલરનો ૨૦૧૩ એપ્રિલ વાયદો ઉંચામાં રૃ.૫૯.૧૫ સુધી ગયા પછી ઘટી રૃ.૫૮.૪૫ થયો હતો. આજે ડોલર સામે રૃપિયો ઉંચકાતા પાઉન્ડ સામે પણ રૃપિયો રૃ.૮૮.૦૬ વાળો રૃ.૮૭.૨૮ તથા યુરો સામે રૃ.૭૦.૮૭ વાળો રૃ.૬૯.૯૯ થયો હતો. જાપાનના યેન (૧૦૦) રૃ.૭૦.૫૫ વાળા રૃ.૭૦.૧૩ રહ્યા હતા. આમ બધા ચલણો સામે આજે રૃપિયો મજબુત બન્યો હતો.

૧૬મી માર્ચે બજેટ રજૂ થયા પછીથી ગણતાં અત્યાર સુધીના ગાળામાં રૃપિયામાં ૧૧ ટકાનું ધોવાણ થયું છે. બજેટ પછી શેરબજારો તૂટયા છે અને બજેટની વિવિધ દરખાસ્તોના પગલે દરીયાપારથી દેશમાં આવતું ભંડોળ ઘટતાં ડોલરના ભાવો ઉછળતા રહ્યા હતા. પાછલી તારીખથી અમલી બનવાયેલી કરવેરાની દરખાસ્ત તથા જનરલ એન્ટી એવોઈડન્સ રુલ્સ વિ.ના કારણે વિદેશી ભંડોળનો પ્રવાહ સૂકાયો હતો.

વિશ્વબજારમાં ડોલર ઘટતાં તથા યુરો મજબુત બનતાં આને સોનામાં ફંડોની ખરીદી વચ્ચે સોનાના ભાવો ઔંશના ૧૫૫૯ ડોલરથી વધી મોડી સાંજે ૧૫૭૨થી ૧૫૭૩ ડોલર રહ્યાના સમાચારો હતા જ્યારે ચાંદીના ભાવો સોના પાછળ ૨૭.૭૨ ડોલરથી ઉછળી આજે છેલ્લે ૨૮.૪૧ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં છેલ્લે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૧૦૦ તથા ચાંદીના રૃ.૫૪૭૫૦થી ૫૪૮૦૦ બોલાઈ રહ્યા હતા.

 
Leave a comment

Posted by on મે 25, 2012 in Uncategorized